ગુજરાતમાં ખેડા જિલ્લાનું ખૂબ જ મહત્વ છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે. ખેડા જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ખેડા જિલ્લાની રચના કરવામાં આવી હતી.
સ્થાન અને સીમા :-
ખેડા જિલ્લાની ઉત્તરે ગાંધીનગર , અરવલ્લી અને મહીસાગર જિલ્લો, પૂર્વમાં પંચમહાલ અને વડોદરા જિલ્લો, દક્ષિણમાં આણંદ જિલ્લો તથા પશ્ચિમમાં અમદાવાદ જિલ્લો આવેલો છે.
તાલુકાઓ :-
ખેડા જીલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. જેમાં, 1. નડિયાદ, 2. ખેડા, 3. કપડવંજ, 4. કઠલાલ, 5. માતર, 6. ઠાસરા, 7. મહુધા, 8. મહેમદાવાદ, 9. ગલતેશ્વર, 10. વસો.
ખેડા જિલ્લાની વિશેષતા :-
> 15 ઓગસ્ટ, 1975 ના રોજ પીજ કેન્દ્રથી ગુજરાતમાં ટેલીવિઝનનો પ્રારંભ થયો હતો.
> ખેડાનું પ્રાચીન નામ 'ખેટક' અને વાત્રક નદીનું પ્રાચીન નામ 'વાત્રધ્ની' છે.
> મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ 'ચરોતર' કહેવાય છે.
> ખેડા જિલ્લાનો ચરોતરનો પ્રદેશ 'ગુજરાતનો હરિયાળો બગીચો' ગણાય છે.
> ડાકોરના ગોટા અને નડિયાદનો લીલો ચેવડો જાણીતા છે.
> ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જીલ્લામાં છે.
> ગુજરાતમાં સૌથી વધુ લાકડા વહેરવાની મિલો ખેડા જિલ્લામાં આવેલી છે.
> ગુજરાતમાં તળાવ દ્વારા સૌથી વહુ સિંચાઇ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે.
> વસોના રાજા ગોપાલદાસે ઈ.સ. 1915 માં અહી માંટેસરી પદ્ધતિથી શિક્ષણ આપતું ગુજરાતનું સૌપ્રથમ બાલમંદિર શરૂ કર્યું હતું.
નદીઓ :-
ખેડા જિલ્લામાં નીચે પ્રમાણેની નદીઓ આવેલી છે.
વાત્રક, મહી, મહાર, શેઢી, લૂણી, ખારી, મેશ્વો, સાબરમતી,
સાબરમતી નદી ખેડા અને અમદાવાદ જિલ્લાની સરહદ બનાવે છે. મહી નદી ખેડા અને વડોદરા તથા પંચમહાલ જિલ્લાની સરહદ બનાવે છે. નડિયાદ શેઢી નદી કિનારે વસેલું છે. ડાકોર ગોમતી નદી કિનારે વસેલું છે. કપડવંજ મહોર નદી કિનારે વસેલું છે.
ખનીજ :-
નવાગામ અને કડાણા ગામ પાસેથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળ્યા છે. ખેડા જિલ્લામાંથી ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી મળે છે.
લોકમેળા :-
આસો માસની પૂનમના દિવસે ડાકોરમાં રણછોડજીનો મેળો ભરાય છે. કારતક માસની પુનમના દિવસે ફાગવેલનો ભાથીજી મહારાજનો મેળો ભરાય છે.
જોવાલાયક સ્થળો :-
નડિયાદ :-
નડિયાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. નડિયાદ સાક્ષર નગરી તરીકે જાણીતું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, બાબુભાઇ જશભાઇ પટેલ અને રવિશંકર મહારાજની આ જન્મભૂમિ છે. અહીનું સંતરામ મહારાજનું સંતરામ મંદિર શ્રદ્ધા અને લોકસેવાનું કેન્દ્ર છે. શેઢી નદીના કિનારે ગુજરાતના સંત શ્રી મોટા (ચુનીલાલ ભાવસાર) નો આશ્રમ છે. નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન અને પ્રતિમા જોવાલાયક છે. અહીની કિડની હોસ્પિટલ સારવાર માટે પ્રસિદ્ધ છે.
વસો :-
વસોમાં પ્રખ્યાત જૈન મંદર આવેલું છે. મોતીભાઈ અમિન અને ગોપાળદાસની આ જન્મભૂમિ છે. ગાંધીજીએ મોતીભાઈ અમીનને 'ચરોતરનું મોતી' કહ્યા હતા. તેમણે પુસ્તકાલય પ્રવૃતિમાં ખૂબ ફાળો આપ્યો હતો. તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટી ના સ્થાપક છે. ગોપાળદાસની હવેલીની કાષ્ઠકલા ઉત્કૃષ્ઠ છે.
ડાકોર :-
ડાકોરનું પ્રાચીન નામ ડંકપુર છે. ડાકોર ગોમતી નદીના કિનારે વસેલું છે. ગોમતી તળાવના કાંઠે ડંકેશ્વર મહાદેવનું મંદિર તથા ડંક્રઋષિનો આશ્રમ આવેલો છે. દ્વારકામાં વસેલા શ્રીકૃષ્ણ , ભક્ત વજેસંગ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ઈ.સ. 1156 માં દ્વારકાથી ડાકોર આવીને વસ્યા તેવી માન્યતા છે. રણછોડજીના મંદિરમાં ભગવાન શ્રી રણછોડરાયની કાળા પથ્થરમાંથી બનાવેલી દેદીપ્યમાન મુર્તિ બિરાજમાન છે. રણછોડજીનું મંદિર ડાકોરના ઈમાનદાર તાજબેકરે બંધાવ્યું હતું. ગોમતી તળાવ, ડંકનાથ મહાદેવ, લક્ષ્મીજીનું મંદિર, બોડાણા મંદિર, સત્યનારાયણનું મંદિર વગેરે અહીના દર્શનીય સ્થળો છે. અહી પુનિતઆશ્રમ અને અશક્તાશ્રમ છે.
ગલતેશ્વર :-
ડાકોરથી 16 કિમી દૂર મહી નદીના કિનારે આવેલું સોલંકી યુગનું આ શિવાલય દર્શનીય છે. ગલતેશ્વર એટલે પુરાણોમાં વર્ણવેલી ગાલવમુનિની ચંદ્રાહાસ નગરી. અહી મહી અને ગોમતી નદીનું સંગમતીર્થ છે. સહેલાણીઓનું આ પ્રવાસધામ છે.
લસુંદ્રા :-
લસુંદ્રામાં ગરમ પાણીના ઝરા આવેલા છે.
કપડવંજ :-
કપડવંજ મહાર નદીના કિનારે આવેલું છે. તેનું પ્રાચીન નામ કર્પટ વાણિજ્ય છે. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી 1300 મીટર લાંબી કુવાવાવ જાણીતી છે. અહીની કાંઠાની વાવ , રાણીવાવ અને સીગરવાવ જોવાલાયક છે. અહીના તોરણો પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતા ઊભા છે.
ફાગવેલ :-
ફાગવેલમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. અહી કારતક માસની પુર્ણિમાએ મેળો ભરાય છે.
વડતાલ :-
સ્વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર અને યાત્રાધામ અહી આવેલું છે. અહી સહજાનંદ સ્વામીએ ઈ.સ. 1824 માં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની ગાદીનું વિશેષ મહત્વ છે.
ખેડા :-
ખેડાનું પ્રાચીન નામ ખેટક હતું. તે ઈ.સ. 1918 માં થયેલા 'ખેડા સત્યાગ્રહ' ના લીધે જાણીતું છે.
આમ , ખેડા જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ ખેડા જિલ્લાનું મહત્વ અનેરું છે.
| ગુજરાતનાં જિલ્લા | જિલ્લા માહિતી |
|---|---|
| બનાસકાંઠા જિલ્લો | Click Hare |
| સાબરકાંઠા જિલ્લો | Click Hare |
Download Timer


2 Comments
good post
ReplyDeleteBeautiful work chhe bhai
ReplyDeleteHAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE