મિત્રો ગુજરાત રાજયમાં અમરેલી જિલ્લો એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અમરેલી જિલ્લાનું મુખ્ય મથક અમરેલી છે. અમરેલી જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.
🔵 સ્થાન અને સીમા :- અમરેલી જિલ્લાની ઉત્તરે રાજકોટ અને બોટાદ જિલ્લો, પૂર્વમાં ભાવનગર જિલ્લો, દક્ષિણમાં અરબ સાગર તથા પશ્ચિમમાં ગિરસોમનાથ અને જુનાગઢ જિલ્લો આવેલા છે.
🔵 અમરેલી જીલ્લામાં આવેલા કુલ તાલુકાઓ :- અમરેલી જીલ્લામાં કુલ 11 તાલુકાઓ આવેલા છે. જે નીચે પ્રમાણે છે.
1. અમરેલી
2. બાબરા
3. લાઠી
4. લીલિયા
5. કુકાવાવ(વડિયા)
6. ધારી
7. ખાંભા
8. રાજુલા
9. જાફરાબાદ
10. સાવરકુંડલા
11. બગસરા
આમ, અમરેલી જીલ્લામાં કુલ અગિયાર તાલુકાઓ આવેલા છે.
🔵 અમરેલી જિલ્લાની વિશેષતાઓ :-
- અમરેલીનું પ્રાચીન નામ અમરાવલી હતું.
- અહીની જાફરાબાદી ભેસ જાણીતી છે.
- રાજુલા તાલુકામાં આવેલું પીપાવાવ બંદર ઈ.સ. 1998 માં કામ કરતું થયું. આ બંદર ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર છે.
- સાવરકુંડલાના વજન માટેના ત્રાજવા અને બાટ જાણીતા છે.
- ગીરની ટેકરીઓમાની સૌથી ઊંચી ટેકરી સરકલા ટેકરી અમરેલી જીલ્લામાં આવેલી છે.
- અમરેલી જિલ્લાના દરિયાકિનારે શિયાળબેટ, સવાઇ બેટ અને ચાંચ બેટ આવેલા છે.
અમરેલી જીલ્લામાં શેત્રુંજી, માલણ, સરજનવાડી, વાદી, થેલી, ધાતરવાડી, અને કાળુભાર મુખ્ય નદીઓ આવેલી છે.
🔵 અભ્યારણ્ય :-
અમરેલી જીલ્લામાં 1. પણિયા અભ્યારણ્ય - જે ધારી તાલુકામાં આવેલું છે. 2. મિતિયાલા અભ્યારણ્ય - જે સાવરકુંડલા તાલુકામાં આવેલું છે. 3. ગીર અભ્યારણ્ય - જે સાવરકુંડલા ધારી અને ખાંભા તાલુકામાં આવેલું છે.
ડેરી ઉધોગ :- અમરેલી જીલ્લામાં 'અમર' ડેરી આવેલી છે.
🔵 જોવાલાયક સ્થળો :-
🔵 અમરેલી :-
અમરેલી જિલ્લાનું મુખ્ય મથક છે. ઈ.સ. પૂર્વે 3000 ના પુરાતત્વ અવશેષો અહીથી મળ્યા છે. મહાત્મા મુળદાસની સમાધિ અહી આવેલી છે. અહી નાગનાથ મંદિર, શ્રીનાથજીની હવેલી, ગિરધારલાલ મહેતા સંગ્રહાલય જોવાલાયક છે. અહી તેલની મિલો આવેલી છે.
🔵 લાઠી :-
કવિ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે. અહીનું હનુમાન મંદિર પ્રખ્યાત છે.
🔵 સાવરકુંડલા :-
સાવરકુંડલા વજન માપવાના ત્રાજવા અને બાટની બનાવટ માટે પ્રખ્યાત છે.
🔵 પીપાવાવ :-
પિપાવાવનું જૂનું નામ 'પૉર્ટ આલ્બર્ટ વિકટર' હતું. સંત પિપાના નામ પરથી 'પીપાવાવ' નામ પડ્યું. ઈ.સ. 1998 માં કામ કરતું થયેલું પીપાવાવ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું ખાનગી માલિકીનું બંદર છે.
🔵 જાફરાબાદ :-
જાફરાબાદ અમરેલી જિલ્લાનું જાણીતું બંદર છે. આફ્રિકાથી આવેલા 'સીદી' લોકો અહી ઘણા વર્ષોથી રહે છે. તેમનું ધમાલ નૃત્ય જાણીતું છે.
🔵 ચાવંડ :-
ઊર્મિ કાવ્યના સર્જક મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' ની આ જન્મભૂમિ છે.
🔵 ધારી :-
ધારીમાં ખોડિયાર માતાનું સ્થાનક વિખ્યાત છે.
અમરેલી જીલ્લામાં ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય જોવાલાયક છે. અમરેલી જીલ્લામાં પંચકુંડ - બાબરા તાલુકામાં , ગોપી તળાવ - અમરેલી તાલુકામાં આવેલું છે. અમરેલી જીલ્લામાં લાઠીના દરબારનો રાજમહેલ જોવાલાયક છે. અમરેલી જીલ્લામાં અમરેલી, લીલિયા, રાજુલા, કુકાવાવ, ધારી વગેરે અગત્યના રેલ્વેસ્ટેશન આવેલા છે. અમરેલી જિલ્લામાંથી કેલ્સાઇટ, બોકસાઈટ, જીપ્સમ ચૂનાનો પથ્થર જેવા ખનિજો મળી આવે છે. અમરેલી જિલ્લાના ધારી પાસે ખોડિયાર માતાના સ્થાનક નજીક શેત્રુંજી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.

0 Comments
HAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE