જામનગર જિલ્લોના જોવાલાયક સ્થળો

     જામનગર જિલ્લો  ગુજરાતમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવેછે. જામનગર જિલ્લાનું મુખ્ય મથક જામનગર છે. જામનગર જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી. 


સ્થાન અને સીમા :- 
જામનગર જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત , પૂર્વમાં મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો, દક્ષિણમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો આવેલો છે. 
તાલુકાઓ :- 
જામનગર જીલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે જેમાં 1. જામનગર, 2. લાલપુર, 3. કાલાવડ, 4. જામજોધપુર, 5. ધ્રોળ, 6. જોડિયા.
વિશેષતા :- 
> જામનગર શહેર  'સૌરાષ્ટ્રનું પેરિસ' ,  'છોટા હાથી' અને  'કઠિયાવાડનું રાત્ન' નામથી પણ ઓળખાય છે. 
> જામનગરના કંકુ, બાંધણી, અને મેશ જાણીતાં છે. 
> જામનગર જીલ્લામાં 'સતિયાદેવ' પર્વત આવેલો છે. 
> ભારતની સૌથી મોટી ખાનગી માલીકીની તેલ સંશોધન રિફાઇનરી  'રીલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ' જામનગર જીલ્લામાં આવેલી છે. 
> જામનગર જિલ્લાના સચાણા બંદરે જહાજ ભાગવાનો ઉધોગ વિકસ્યો છે. 
નદીઓ :- 
                 જામનગર જીલ્લામાં નાની - મોટી થઈને કુલ 12 નદીઓ આવેલી છે. જેમાં, 1. ફૂલઝર, 2. સાસોઈ, 3. નાગમતી, 4. કંકાવટી, 5. ઉંડ, 6. રંગમતી, 7. ઘી, 8. સિંહણ, 9. સાની, 10. રૂપારેલ, 11. ડેમી, અને 12. આજી.
જામનગર જીલ્લામાં બે સિંચાઇ યોજનાઓ આવેલી છે. જેમાં, રણજીતસાગર બંધ (નાગમતી નદી પર જામનગર પાસે), ઉંડ બંધ (ઉંડ નદી પર ). 
બંદરો :- 
જામનગર જીલ્લામાં કુલ ચાર બંદરો આવેલા છે. જેમાં સિક્કા, બેડી, સચાણા , અને જોડિયા નો સમાવેશ થાય છે. 
અભ્યારણ્ય :-  
જામનગર જીલ્લામાં બે અભ્યારણ્ય આવેલા છે. જેમાં, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય (તા. જામનગર), અને સામુદ્રીક રાષ્ટ્રીય ઉધાન અને અભ્યારણ્ય . 
જોવાલાયક સ્થળો :- 
જામનગર :- 
      સૌરાષ્ટ્રનું પેરિસ અને કાઠીયાવાડનું રત્ન ગણાતું જામનગર શહેર કચ્છથી આવેલા જામ રાવળે ઈ.સ. 1540 માં વસાવ્યું હતું. નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતું આ રાજ્ય સૌરાષ્ટ્રનું સૌથી વધુ સમૃદ્ધ રાજ્ય હતું. ઈ.સ. 1914 માં જામ રણજીતસિંહે નવા રાજયનું આયોજન કર્યું. ભારતમાં જામ રણજીતસિંહની યાદમાં  'રણજી ટ્રોફી' રમાય છે. શહેર વચ્ચેના રણમલ તળાવમાં આવેલો લખોટા મહેલ વીરતા અને પેમનું પ્રતિક છે. અનેક મંદિરો અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર છોટા કાશી  તરીકે ઓળખાય છે. આયુવેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી અહી આવેલી છે. અહી આર્યુવેદ યુનિવર્સિટી અને ગુલાબકુવરબા આયુર્વેદ કોલેજ છે. જામનગર જિલ્લાનું માણેકબાઇ મુક્તિધામ સ્મશાનગૃહ તેમાં આવેલી વિવિધ સંતો અને દેવોની પ્રતિમાઓના કારણે ભારતમાં જાણીતું છે. જામનગરની બાંધણી, કંકુ અને મેશ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ખંભાળિયો દરવાજો , વિભા પેલેસ પ્રતાપ વિલાસના શિલ્પ સ્થાપત્યો સુંદર છે. જામસાહેબે સૌર ચિકિત્સા માટે બાંધેલી સોલેરિયમ શહેરના આકર્ષણમાં વધારો કરે છે. અહીના બાલાહનુમાન મંદિરનુ નામ 1 ઓગસ્ટ , 1964 થી નિરંતર ચાલતી રામધૂનના કારણે  'ગીનેસ બુક' માં નોધાયેલું છે. જામનગરમાં લશ્કરની ત્રણેય પાંખની તાલીમ શાળાઓ છે. અહી વાલસુરા માં ભારતના નૌકાસૈન્યનું તાલીમ કેન્દ્ર છે. નજીકમાં બાલાછડી ખાતે સૈનિક શાળા છે અને બેડી ખાતે હવાઈ દળની તાલીમ શાળા છે. કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધી પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા  'પીરોટન' ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ અનેક પ્રકારના સાગરીય જીવોના સામુદ્રીક આશ્રયસ્થળ હોવાથી આ વિસ્તાર 'દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન' તરીકે જાહેર કરાયો છે. પિત્તળની હાથકારીગરીની બનાવટો માટે જામનગર ભારતમાં જાણીતું છે. 
મોટી ખાવડી :- 
     રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી છે. 
નવા રણુજા :- 
  અહીનું રામાપીરનું મંદિર જોવાલાયક છે. 
સચાણા :- 
    જામનગરના સચાણા બંદરે મોટાપાયે જહાજ ભાગવાનો ઉધોગ વિકસ્યો છે. 
       આમ , જામનગર જીલ્લો ગુજરાતમાં જ નહીં પરંતુ  ભારત અને વિશ્વમાં એક મોખરાનું સ્થાન ધરાવે છે. 

Post a Comment

2 Comments

HAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE